Posts

Showing posts from 2019

ગુજરાત માં બરફ પડે તો?

અહીં પણ બરફ પડે છે. પણ ગ્લાસ માં...

સોના ના ભાવ વધ્યા કરે છે શું કરવું?

પપ્પુ પાસેથી આલુ માંથી સોના બનવાની રીત શીખવી પડશે. (પપ્પુ કોણ?)

છોકરીઓ પોતાના પ્રેમીને દિકું, જાનું, બકુ, ચકુ, એવું બધું કેમ કહે છે?

એનો ખરો મતલબ ડફોળ, મૂરખ, ઉલ્લુ, લલ્લુ થાય પણ બધા વચ્ચે સારું ના લાગે ને!

ફેસબુક ની દવા શુ?

1. ઇન્સ્ટાગ્રામ 2. ફેસબુક જ એક મોટી દવા છે.

પ્રેમ શું છે?

1.એક કા લ્પનિક હકીકત 2. સલમાન ખાનનું પહેલું ફિલ્મી નામ..

ગમે છે એ મળતું નથી, મળે છે એ ગમતું નથી. કેમ?

1. ફેસ્ટિવલ સમય માં ઓનલાઈન ખરીદી કરો તો આવું થાય.. 2. લાગે છે, બાજુવાળા ભાભી ગમતા લાગે છે..

લોકોને ઓળખવા કેવી રીતે?

ઓળખાતાને ફરી ઓળખાય નહીં. અને ના ઓળખતાને ઓળખવાની જરૂર નથી.